SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

વિકૃત હવસખોરે દફન કરેલી બાળકીના મૃતદેહને બહાર કાઢી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાંથી માનવતાને શર્મસાર અને રાક્ષસોને પણ શરમાવે તેવી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના થાનગઢમાં 18 મહિનાની બાળકીના મૃતદેહ સાથે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ચોતરફ દુખ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.રિપોર્ટસ અનુસાર બાળકીને જન્મથી હૃદયમાં કાણું હતું. જેની સારવાર દરમિયાન બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું.
બાળાના મોત બાદ પરિવારજનોએ ભારે હૈયે બાળકીના મૃતદેહને દફન વિધિ કરી. પરંતુ અજાણ્યા હવસ ખોરે દફન કરેલી બાળકીના મૃતદેહને કાઢ્યો હતો. બાળાના મૃતદેહને બહાર કાઢી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. 18 મહિનાની બાળાનો મૃતદેહ નિર્વસ્ત્ર જોવા મળતા પરિવારે બાળકીના મૃતદેહને તપાસ અર્થે રાજકોટ ખાતે ખસેડી હતી.

પોલીસે મૃતદેહને લઈ થાનગઢ આરોગ્ય કેન્દ્રમાં રજૂ કરતા ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યાર બાદ મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોએ માંગ કરતાં કહ્યું હતું કે, જે પણ આવારા તત્ત્વો છે તેને ઝડપી લઈને તપાસ કરવામાં આવે. મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. મૃતદેહ કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બાળકીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમારી દીકરીને જન્મથી જ હૃદયમાં કાણું હતું. જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તે બાળકીને મૃત જાહેર કરી હતી. બાદમાં દીકરીની દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે આ બાળકીની લાશ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવી હતી જેથી પ્રથમ દૃષ્ટિએ આ બાળકી સાથે કોઈ અજુગતો બનાવ થયો હોય તેવું લાગી રહ્યું હતું. જેને લઈ પોલીસ સ્ટેશને જતા પોલીસે અરજી આપવાની વાત કહી હતી. આ ઘટનાની ગંભીરતા દેખાતાં બહેનોએ બાળકીના મૃતદેહનું ચેકઅપ કરતા આ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાંતા પોલીસને જાણ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button