સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર તથા રતનપર સુધારા પ્લોટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા.
રોકડ રકમ, ચાંદીની બિસ્કીટ નંગ 2, સોનાની લગડી નંગ 1, મોબાઈલ નંગ 1 સહીત કુલ મળીને રૂ.88,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.17/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડ રકમ, ચાંદીની બિસ્કીટ નંગ 2, સોનાની લગડી નંગ 1, મોબાઈલ નંગ 1 સહીત કુલ મળીને રૂ.88,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે વાય પઠાણ સાહેબે એલસીબી સ્ટાફના એએસઆઈ રામદેવસિંહ ઝાલા, ગોપાલસિંહ ઝાલા, સાહિલ ભાઈ સેલત સહીત અલગ અલગ ટીમો દ્વારા ચોરીઓ અને ખાસ કરીને ઘરફોડ ચોરીના અનડીટેક ગુનાઓના આરોપીને મુદામાલ સાથે તાત્કાલીક શોધી પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અન્વયે એલસીબી ટીમને મળેલ ચોકકસ હકીકત આધારે સુ.નગર શહેર વિસ્તારમાં બનેલ અલગ અલગ ઘરફોડ ચોરીના બનાવમા ગયેલ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવી કરતા ત્રણ ઇસમો, અસગરભાઇ સ.ઓફ કરીમભાઇ મહમદભાઇ કટીયા રહે સુધારા પ્લોટ છેલ્લી ગલી ઇકલાબલભાઇ ડબીના ઘરની પાસે વઢવાણ સુરેન્દ્રનગર, દીલુભાઇ ઉર્ફે રાજુ રસુલભાઈ જેડા રહે પોસ્ટ ઓફીસ પાછળ મીયાણાવાડ શેરી નં.૨ સુરેન્દ્રનગર, નિઝામભાઇ ઉર્ફે બુઢો ઉસ્માનભાઇ જામ જાતે મીયાણા રહે ટાવર પાસે ઘાંચી વાડ સુરેન્દ્રનગર વાળા પકડી પાડી ત્રણેય ઇસમો પાસેથી અલગ અલગ જગ્યાએ ચોરીઓ કરી મેળવેલ કૂલ કી.રૂ.૮૮,૨૦૦ ના મુદ્દામાલ મળી આવેલ જે મુદ્દામાલ કબ્જે કરી મજકુર ત્રણેય ઇસમોને અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.