GUJARATLIMBADISURENDRANAGAR

લીંબડી હાઈવે પરની હોટલમાંથી પોલીસે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો.

નાયબ મામલતદારે શંકાસ્પદ કેમિકલનો જથ્થો સીઝ કરી તેનો નમૂનો FSL માં મોકલ્યો.

તા.17/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નાયબ મામલતદારે શંકાસ્પદ કેમિકલનો જથ્થો સીઝ કરી તેનો નમૂનો FSL માં મોકલ્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પરની હોટલમાંથી પોલીસ ટીમ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો નાયબ મામલતદારે શંકાસ્પદ કેમિકલનો જથ્થો સીઝ કરી તેનો નમૂનો એફએસએલમાં મોકલ્યો છે પરંતુ હોટલ સંચાલકો પાસે કેમિકલનું બિલ હોવાની વાતો વહેતી થઈ છે લીંબડી હાઈવે પર પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પીએસઆઈ બી કે મારૂડા, મનહરસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર સહિત પોલીસ ટીમને જાખણ ગામના પાટિયા પાસેની હોટલની ઓરડીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કેમિકલના જથ્થા વિશે મામલતદારને જાણ કરી હતી નાયબ મામલતદાર બનાવ સ્થળે દોડી આવ્યા હતા શંકાસ્પદ કેમિકલનો નમૂનો લઈને એફએસએલમાં મોકલી આપ્યો હતો 1.20 લાખથી વધુની કિંમતના 1510 લીટર કેમિકલને સીઝ કરી દેવામાં આવ્યું હતુ લીંબડી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી જો કે હોટલના સંચાલકો પાસે કેમિકલનું બિલ હોવાની વાતો વહેતી થઈ છે કેમિકલ ક્યા પ્રકારનું છે? કેમિકલના બિલ સાચાં છે ખોટા? કેમિકલ ક્યાં ઉપયોગમાં લેવાતું હતું? સહિતના અનેક સવાલો ઊભા થયા છે તમામ સવાલોના જવાબ તો તપાસ અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જ મળશે.

[wptube id="1252022"]
Back to top button