SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા IPS સ્કૂલ ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ.

તા.16/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૫ જૂનના રોજ સવારે ૫:૩૦ કલાકે આઈ.પી.એસ.સ્કૂલ ખાતે ‘યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર’ યોજાઈ હતી ૨૧ જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે યોજાયેલ આ પ્રોટોકોલ તાલીમ શિબિરમાં ૧૫ વર્ષથી ઉપરનાં ૭૦૦થી વધુ નાગરીકો જોડાયા હતા યોગ કોચ અને યોગ ટ્રેનરની ટીમ દ્વારા શિબિરાર્થી ઓને જુદાજુદા યોગ કરાવવામાં આવ્યા હતા આ શિબિરની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ યોગ શિબિરમાં રજીસ્ટ્રેશન કરાવેલા શિબિરાર્થીઓને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું આ તકે જિલ્લા યોગ કોર્ડીનેટર નીતાબેન દેસાઈએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, તાલુકાઓના યોગ કોર્ડીનેટર તથા યોગ શિબિરમાં જોડાયેલ તમામ યોગ શિબિરાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ૨૧ જૂનના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સુરેન્દ્રનગરની જાહેર જનતાને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો આ શિબિરમાં જુદી જુદી શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિક જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button