
તા.૨ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરના આરબટીંબડી ગામે ઘઉં કાઢતી વેળાએ થ્રેસરમાં મહિલાનો દુપટ્ટો આવી જતા થ્રેસરમાં માથાનો ભાગ આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના અને જેતપુરના આરબ ટીંબડી ગામે ખેતમજૂરી કરી રહેલ મમતાબેન માધુભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૨) વાડીએ ઘઉં કાઢી રહ્યા હતા ત્યારે ઘઉં કાઢવાના થ્રેસરમાં દુપટ્ટો આવી જતા મહિલા થ્રેસરમાં ખેંચાઈ ગઈ હતી અને માથાનો ભાગ થ્રેસરમાં આવી જતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતક મહિલાને 1.50 વર્ષનો પુત્ર છે મહિનાના મોત થી પરિવાર પર આભ ફાટ્યું હતું વધુ તપાસ જેતપુર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








