
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક – કચ્છના પાંચેય સંવર્ગો દ્વારા કચ્છ-મોરબીની બેઠક પરથી ત્રીજી વખત વિજેતા થઈ હેટ્રીક કરનાર સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ની શુભેચ્છા મુલાકાત યોજવામાં આવેલ હતી.ભારતીય જનતા પાર્ટી ના ભુજ મધ્યે આવેલ કચ્છ કમલમ્ કાર્યાલયમાં એમની મુલાકાત દરમિયાન સૌ પ્રથમ તેમનું પાંચેય સંવર્ગના પદાધિકારીઓ દ્વારા ભારત માતાની છબી, સાલ તેમજ પુસ્તક વડે સન્માન કરવામાં આવેલ હતુ અને સંગઠનની વિવિધ ગતિવિધિઓથી અને કાર્ય શૈલીથી તેમને પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી દ્વારા માહિતગાર કરાયા હતા.આતકે સરકારી માધ્યમિક જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, સરકારી પ્રાથમિક જિલ્લા સંવર્ગ વતિ મહામંત્રી રમેશભાઈ ગાગલ, ઉપાધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ રાજ્ય પ્રતિનિધિ તિમિરભાઇ ગોર, ઉપાધ્યક્ષ મનુભા સોઢા સહિતના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓ જોડાયા હતા, એવુ માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.