
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ જૂન : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત “Free Tree Plantation” તેમજ “તરુ પુત્ર, તરુ મિત્ર બને” તેવા સૂત્રોની સાથે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (GPYG) દ્વારા હરિયાળા કચ્છના સંકલ્પ સાથે હાલે કચ્છના ચાર તાલુકાઓ ભુજ, મુંદરા, માંડવી તેમજ અંજારમાં નિ:શુલ્ક વૃક્ષારોપણના એક ઉમદા કાર્યક્રમ ની શરૂઆત કરી છે, જે પર્યાવરણ બચાવવાના સંદર્ભમાં ધાર્મિક સંસ્થા શ્રી ગાયત્રી શક્તિપીઠ-ભુજની એક આગવી પહેલ છે. વૃક્ષ ગંગા અભિયાનની મદદથી કોઇ પણ સોસાયટી, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થાનો પર નિ:શુલ્ક વૃક્ષારોપણ માટે 9925875197/ 9925210486 અથવા gpygkutch@gmail.com પર સંપર્ક કરી શકે છે. હાલ નોંધાયેલા નામો મુજબ ક્રમાનુસાર સ્થાન સર્વે કરી વૃક્ષારોપણના કાર્યક્રમો શરુ થઈ ચૂક્યા છે. જેમાં પર્યાવરણને ફાયદાકારક જાત જાતના છોડવાઓનુ ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા અલગ અલગ સ્થાને વાવેતર થઈ રહ્યુ છે. અત્યાર સુધીમાં ચાર તાલુકાઓમાં મહતમ છોડવાઓનુ વાવેતર થઈ રહ્યુ છે. છોડને વાવ્યા પછી તેને પાણી તેમજ સુરક્ષા આપી જાળવી રાખવાની જવાબદારી આસપાસ રહેતા લોકોને નિભાવવા માટે પણ GPYG અપીલ કરી રહ્યુ છે. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને બચાવવાના આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લાના GPYG ના ઉપઝોન સંયોજક વિષ્ણુભાઈ જોષી તથા જિલ્લા સંયોજક હર્ષલભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ ગાયત્રી શક્તિપીઠ- ભુજની યુવા ટીમના પર્યાવરણવાદી કાર્યકર્તાઓ, ધ્રુવ જાની, ઉમેશ પાટડીયા, જીતુભાઈ ચાવડા, ધરમ ઠક્કર, ગૌરાંગ પંડ્યા સહિત જિલ્લા તેમજ તાલુકાની ટીમના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્ય ને વેગવાન બનાવવા માટે આપ ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ-કચ્છ ના કાર્યકર્તા જીત પઢીયાર-માંડવી 9586050222, ધ્રુવ જાની -ભુજ 9925226182, હેમલ વ્યાસ – આદીપુર 7567137770, ગીરીરાજ પંવાર – મુન્દ્રા 9427393148 નો સંપર્ક કરી શકો છો અને જે પણ વ્યક્તિ, સંસ્થા કે સંગઠન આ ઉમદા કાર્યમાં સમયદાન કે શ્રમદાન આપવા માંગતા હોય તે પણ GPYG નો સંપર્ક કરી શકે છે.