ચુડાના ભાણેજડા ગામની પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદામાલ સાથે ઝડપી લીધો.

તા.17/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા લોખંડ ચોરીના આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા, તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી હ્યુમનસોર્સ તથા નેત્રમ સીસીટીવી તથા ટેકનીકલ સેલની મદદથી વધુમાં વધુ ગુન્હાઓ ડીટેકટ કરવા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે.વાય. પઠાણને સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે વાય પઠાણ એલસીબી સ્ટાફના પો.હે.કો વિજયસિંહ પરમાર, કુલદીપભાઈ બોરીયા, કરસનભાઈ લોહ, ભરતભાઈ સભાડ સહીત અલગ અલગ ટીમો દ્વારા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના અનડીટેક ગુનાઓના આરોપીને મુદામાલ સાથે તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ,અને ઉંડાણ પુર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી એલસીબી સ્ટાફ દ્વારા ચુડાથી કુડલા જવાન રસ્તે આવેલ કેનાલ પાસેથી મુનાભાઈ ભગુભાઈ ભાંભળા (કાઠી દરબાર) રહે ભાણેજડા ગામ ચુડા સુરેન્દ્રનગર વાળાને લોખંડના આશરે 07 ફુટની લંબાઇના 15 પાઇપ જેનો વજન આશરે 85 કી.ગ્રા.જેની આશરે કી.રૂ.4250 તથા ચોરી કરેલ લોખંડના પાઇપમાંથી બનવેલ ખાટલા નં 02 વજન આશરે 35 કી.ગ્રા. જેની આશરે કી.રૂ.1750 ગણી એમ કૂલ લોખંડ ફૂલ કી.ગ્રા.120 જેની કુલ કી.રૂ.6000 ના મુદામાલ સાથે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ચુડા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.