ધ્રાંગધ્રામાં હાર્ટએટેક આવતા ફૂલગલીમાં સાસુ અને જમાઈનું ઈદના દિવસે વહેલી સવારે મોતથી ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો.

તા.17/062024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધાંગધ્રા ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસદિયા ઈશાકભાઈને ઇદના દિવસે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હાર્ટએટેક કારણે મોત નીપજ્યું હતું જેમાં જમાઈના મોતના સમાચાર સાંભળીને સાસુ હસમતબેન માયકને પણ હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું અત્યારે આજે ઈદનો ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહયો છે ત્યારે એક મહિનાની અંદર 10થી વધુ લોકો હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેર ફૂલ ગલી વિસ્તારની અંદર ઇદના દિવસે વહેલી સવારે સાસુ જમાઈના સહીત બે લોકોના મોત નીપજ્યા છે જેમાં ધાંગધ્રા શહેર ફૂલ ગલી વિસ્તારમાં રહેતા જેસડિયા ઈશાકભાઈ ઇબ્રાહીમભાઇ જેઓ વહેલી સવારે તેઓને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી વાહનની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જયા ફરજ પરના તબીબ દ્વારા સારવાર હાથ ધરી હતી જેમાં સારવાર દરમ્યાન જેસડિયા ઇસાકભાઈ ઇબ્રાહીમભાઇનું મોત નીપજ્યું હતું જયારે જમાઈના મોતનો સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેમાં હોસ્પિટલ ખાતે ખસેડાતા હાજર તબીબ દ્વારા સારવાર અપાતા મોત નીપજ્યું હતું ત્યારે આજે ઈદના દિવસે વહેલી સવારે એક જ પરિવારમાં મોત થતા ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા એક મહિનાની અંદર 10થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત નીપજતા ધ્રાંગધ્રા શહેરમાં ચિંતાનો વિષય બન્યો છે.