બજાણા ગામે રાજસ્થાની ટ્રક ચાલકે એક વ્યક્તિને કચડી નાખતા સારવાર દરમિયાન કરૂણ મોત

તા.17/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામે જૂની જેલ પાસે વળાંકમાં કડીયા કામ માટે મોટર સાયકલ લઈને જતા યુવાન પર ટ્રકનું ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું આ યુવાનને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર સી યુ શાહ હોસ્પિટલ ખાતે લઈ જવાતા સારવાર દરમિયાન મોત નિપજતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું પાટડી તાલુકાના બજાણા ગામે રહેતા નબુબેન ખોડાભાઈ ઓડ પોતાના બંને દીકરાઓ સાથે કડીયાકામ કરી અલગ રહેવાની સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે બજાણા ગામના નબુબેન ખોડાભાઈ ઓડ પોતાના મોટા દીકરા મનોજ સાથે બજાણા ગામમાં પાંચ હાટડીમાં રહેતા હબીબભાઇના ત્યાં કડીયા કામ કરવા માટે ગયા હતા અને એમનો નાનો દીકરો સંજય પોતાના ઘેરથી મોટર સાયકલ લઈને પોતાની માતા અને ભાઇ પાસે કડીયા કામ કરવા જવા નીકળ્યો હતો ત્યારે બજાણા જૂની જેલ પાસે પાછળથી માતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ટ્રક નં RJ 36 GA 6384ના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી લઈ ઓવરટેક કરવા જતા મોટર સાયકલને અડફેટે લઈ સંજયભાઈ ખોડાભાઈ ઓડને નીચે પાડી દઈ એના પરથી ટ્રક ફેરવી દઈ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત સંજયભાઈને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન સંજયભાઈ ઓડનું સારવાર દરમિયાન જ ઘાયલ સંજયભાઈ ઓડનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું આ ગોઝારી ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી રાજસ્થાનના ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના અમરદીપસિંહ રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યાં છે.