GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અર્થે અનેકવિધ પગલાંઓ લેતું ચૂંટણી તંત્ર

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: સમગ્ર રાષ્ટ્રમાં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના અવસરની ઉજવણી થનારી છે. દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જીજ્ઞાસાબેન ગઢવીના દિશા-નિર્દેશનમાં મતદાનની નૈતિક ફરજ અદા કરવા માટે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

૭૦ – રાજકોટ દક્ષિણ વિધાનસભા મતદાર વિભાગમાં રાજકોટ શહેર-૧ના પ્રાંત અધિકારીશ્રી ચાંદનીબેન પરમારની સૂચના મુજબ ૫૦% કરતા ઓછું મતદાન થયેલું હોય તેમજ પુરૂષો કરતા સ્ત્રીઓનું મતદાન ૧૦% ઓછું હોય તેવા ભાગ નંબર ૬, ૧૫, ૧૮, ૨૩, ૨૪ તથા ૫૪ના બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા હાઉસ ટુ હાઉસ ફરી આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જનતાને મત આપવા જવા માટે આમંત્રણ આપવાની સાથે મતદાનના મહત્વ વિષે સમજૂતી આપવામાં આવી હતી. તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી.

૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ ચક્રવર્તીના સૂચનો પ્રમાણે પુરુષ અને સ્ત્રી જાતિના મતદાનની ટકાવારીમાં ૧૦%થી વધુ તફાવત રહેલો હોય તેવા ભાગ નંબર ૨૩૯માં ઉમરાળી ગામ અને ભાગ નંબર ૨૧૩માં હડમતીયા (ગોલીડા) ગામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોને મતદાન કરવા પ્રોત્સાહિત કરીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તથા અચૂક મતદાન અંગેના શપથ લેવામાં આવ્યા હતાં.

૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરશ્રી જયેશભાઈ લીખિયાના માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકામાં સ્ત્રી-પુરુષ જાતિ આધારિત મતદાનમાં ૧૦% તફાવતવાળા તથા ૫૦%થી ઓછા મતદાનવાળા ભાગ નં. ૧૭૨, ૧૯૨, ૨૨૩ અને ૨૪૮માં મોટી પરબડી-૧ ખાતે બૂથ લેવલ ઓફિસરશ્રી દ્વારા મતદાનની જાગૃતિ અર્થે આમંત્રણ પત્રિકા અને પેમ્ફલેટનું ઘરે-ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ઉપલેટા મામલતદાર કચેરી ખાતે વિવિધ પ્રમાણપત્ર મેળવવા આવતા વિદ્યાર્થીઓ તથા અરજદારોને પેમ્ફલેટ અને આમંત્રણ પત્રિકા આપીને ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી હતી. અને ઘરના તમામ પાત્રતા ધરાવતા સભ્યો મતદાન કરે તે અંગે સમજૂત કરવામાં આવ્યા હતાં. તેમજ ઉપલેટા તાલુકાના પડવલા ગામે ચુનાવ પાઠશાલા કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા અને રેલીના માધ્યમથી વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ સમજાવવાની સાથે પરિવારજનોને મતદાન કરાવવા પ્રેરણા આપવામાં આવી હતી. આમ, ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી તંત્ર લોકશાહીના ઉત્સવમાં જન-જનને જોડી લોકશાહી મજબૂત બને, તે માટે અનેકવિધ પગલાંઓ લઈ રહ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button