Chotila : મહાનીરક્ષક જીલ્લાનું વાર્ષિક ઇન્સ્પેકશન અંગે ચોટીલા પોલીસ મથકની મુલાકાત લીધી

સ્વચ્છતા અંગે પોલીસ પરિવારોની બહેનો જાગૃતિ કેળવવા અંગે સૂચનો કર્યા..
વિક્રમસિંહ જાડેજા :ચોટીલા
જીલ્લાનું વાર્ષિક ઇનપેકશન અંગે રાજકોટ વિભાગના પોલીસ મહાનીરિક્ષ્ક અશોકકુમાર યાદવે ચોટીલા સી.પી.આઇ.કચેરી,પોલીસ મથક,નાની મોલડી પોલીસ મથકની મુલાકાત અંગે પહોંચ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેકશન અંગે રાજકોટ વિભાગના પોલીસ મહાનિર્દેશક.અશોકકુમાર યાદવની અધ્યક્ષતા યોજાયું હતું જેમાં જિલા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યા,નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા ,સી.પી.આઇ,ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર,ચોટીલા,નાની મોલડી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો તેમજ પોલીસ કર્મચારીઓની હાજરીમાં ભવ્ય સ્વાગત સાથે સલામી આપી હતી.અને સુપ્રસિદ્ધ યાત્રા ચોટીલા હોવા છતાં પોલીસની કામગીરી બિરદાવી હતી.અને સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્રો એનાયત કરીને સનમનીત કર્યા હતા તેમજ પોલીસ પરિવાર સાથે બેઠક કરી ને પોલીસ પરિવારોની બહેનો ને સ્વચ્છતા રાખવા સહિતના સૂચનો આપીને શ્રેષ્ઠ પોલીસ મથક બનાવવા માટે હાકલ કરી હતી.અને પોલીસ પરિવાર ન દીકરાઓ અને દીકરીઓ શિક્ષણ અંગે ઉચ્ચ અભ્યાસ કરનારાઓને પણ પ્રમાણ પત્રો આપીને સન્માનિત કર્યા હતા.અને હાલ પોલીસ હેડ ક્વાટર ની સંખ્યા જે છે તેમાં વધારો કરી આપવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.