SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર સમસ્ત વાણંદ સમાજના સંત શિરોમણી ભગત સેન મહારાજની પ્રતિમાનું અનાવરણ કરાયું.

વઢવાણના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.


સુરેન્દ્રનગર સમસ્ત વાણંદ સમાજના સંત શિરોમણી સંત સેન મહારાજ ભગતની પ્રતિમાનું અનાવરણ સુરેન્દ્રનગર શહેરની આઈસ ફેક્ટરી પાસે આવેલા રૂપાલી બાના મંદિર પાસેના રોડ ઉપર કરવામાં આવ્યું હતું જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં સમસ્ત વાળંદ સમાજ જ્ઞાતી દ્વારા ભગત સેન મહારાજની શોભા યાત્રા પણ કાઢવામાં આવી હતી સમાજ દ્વારા વાણંદ સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું પણ ગઈકાલે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ અનાવરણ વિધિમાં સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણા તેમજ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય તેમજ સમાજના પ્રમુખ જયેશભાઈ ભેંજારિયા હર્ષદભાઈ પરમાર યુવા વાણંદ જ્ઞાતિ સમાજના સંસ્થાના સ્થાપક મહેશભાઈ અડાલજા કિશોરભાઈ કંબોયા દિલીપભાઈ અડાલજા મુકેશભાઈ કારેલીયા લક્ષ્મણભાઈ પનારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમ જ સમાજના દરેક વ્યક્તિઓ ભગત સેન મહારાજની પ્રતિમાના હરામણ સમયે ખાસ ઉપસ્થિત રહી અને ધન્યતા પ્રાપ્ત કરી હતી અને આ રોડનું નામ ભગત સેન મહારાજ રાખવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button