
પરશોત્તમ રૂપાલા વિવાદને કારણે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોના વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ ગઈ છે.
અમદાવાદ જિલ્લા પંચાયતની વિરમગામ વિધાનસભા અંતર્ગત આવેલ જખવાડા ગામે ધારાસભ્ય હાર્દિક પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રમોદ પટેલ સહિત ભાજપના કાર્યકરો સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુ સિહોરાના પ્રચાર અર્થે જખવાડા ગામમાં પ્રવેશ કરતા જ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી હાય રૂપાલા હાય હાય ગૃહમંત્રી હાય હાય મુખ્યમંત્રી હાય હાય સહિતના નારાઓ લગાવી ધારાસભ્ય પાછા જાઓ, ભાજપના કોઈ કાર્યકરોએ જખવાડા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો પ્રદર્શિત કર્યા હતા.
મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ વક્ત કરવામાં આવતા હાર્દિક પટેલ અને ભાજપ કાર્યકરોએ પાછા ફરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતા વિરમગામ પોલીસ જખવાડા ગામે પહોંચી હતી અને ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.










