
આશિષ પરમાર વાત્સલ્ય સમાચાર ધાંગધ્રા


ધ્રાંગધ્રા પ્રાંત પટેલ, dysp પુરોહિત સહીત પ્રશાસન ઉપસ્થિત
નાયબ મામલતદાર, તલાટીઓ, સીટી સર્વે, ઓપરેટરો ઉપસ્થિત
સામાજિક કાર્યકરો, વેપારીઓ સહીત અનેક આગેવાનોની હાજરી
નિવૃત્તિ કાર્યક્રમ બાદ સમૂહ ભોજન અને ભજન રખાયા
વય મર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે. ધ્રાંગધ્રા મામલતદાર ડી એલ ભાટિયા નિવૃત બનતા ધ્રાંગધ્રા તાલુકા સદન અને ધ્રાંગધ્રા વાણંદ સમાજ દ્વારા મામલતદાર ભાટિયા નાં સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા મધ્યે બ્રહ્મસમાજની વાડીમાં મામલતદાર કચેરીના પ્રાંત અધિકારી પટેલ સહીત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યાદગાર ગિફ્ટ, મોમેન્ટો અને ફુલહારથી સન્માનની શરૂઆત બાદ તાલુકા પંચાયતના ટીડીઓ શાહ અને ડીવાયએસપી પુરોહિત સહીત અનેક મહાનુભાવો થકી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાણંદ સમાજના મોભીઓ દ્વારા પોતાના જ્ઞાતિબંધુનાં ભવ્ય સન્માન સમારોહમાં વિશેષ આયોજન ગોઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી સાથે જોવા મળ્યા હતાં. સામાજિક કાર્યકરો, અધિકારીઓ દ્વારા મામલતદાર ભાટિયા દ્વારા જરૂરિયાત વર્ગ, વિધવા મહિલાઓ, દિવ્યાંગ વર્ગ તેમજ વૃધો માટે ટૂંક સમયમાં કરેલા કાર્યોને આવકાર્યા હતાં.મોટી સંખ્યામાં હાજરી સાથે સન્માન કાર્યક્રમ બાદ ભોજન અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.









