ENTERTAINMENT

ENTERTAINMENT : ‘ટાઇગર 3 ની એક્શન અદ્ભૂત હોવી જરૂરી છે!’,16 ઑક્ટોબરના રોજ ટ્રેલર લૉન્ચ

‘ટાઇગર 3 ની એક્શન અદ્ભૂત હોવી જરૂરી છે!’ : 16 ઑક્ટોબરના રોજ ટ્રેલર લૉન્ચ પહેલાં, સલમાન ખાને જણાવ્યું કે ફિલ્મ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ

સુપરસ્ટાર સલમાન ખાન 16 ઑક્ટોબરે યશ રાજ ફિલ્મ્સની ટાઇગર 3 ના ટ્રેલરનું અનાવરણ કરવા માટે તૈયાર છે અને જણાવે છે કે ફિલ્મની ટીમે ‘ખરેખર એક્શનના સ્કોપને આગળ વધાર્યો છે’! YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ ટાઇગર 3 આ દિવાળીએ મોટી સ્ક્રિન પર રિલીઝ થવા જઈ રહી છે.

સલમાન કહે છે, “લોકોએ એક થા ટાઇગર, ટાઇગર જિંદા હૈ અને YRF સ્પાય યુનિવર્સની ફિલ્મો જોઈ છે. તેથી, તેઓને જોવા માટે કંઈક નવું આપવું મહત્વપૂર્ણ હતું, કંઈક એવું જે આશ્ચર્યજનક રીતે અનન્ય હોય. ટીમે ટાઇગર 3 સાથે ખરેખર એક્શનના સ્કોપને આગળ વધાર્યો છે. તે અદભૂત હોવું જરૂરી હતું. બીજો કોઈ વિકલ્પ જ ન હોતો.”

મનીષ શર્મા દિગ્દર્શિત ટાઇગર 3 ના ટ્રેલરની ઇન્ટરનેટ પર આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ આદિત્ય ચોપરા જેણે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 100 ટકા બ્લોકબસ્ટર પરિણામ આપ્યું છે, તે YRF સ્પાય યુનિવર્સને કેવી રીતે આકાર આપી રહ્યા છે, તે આ આગામી પ્રકરણને કેવી રીતે દર્શાવશે તે જાહેર કરવાની છે. YRF સ્પાય યુનિવર્સની ફિલ્મો એક થા ટાઇગર, ટાઇગર જિંદા હૈ, વોર, પઠાણ અને હવે ટાઇગર 3 છે.

સલમાનનું કહેવું છે કે તે બાળકની જેમ સેટ પર મોટા પાયે એક્શન સિક્વન્સ જોઈ રહ્યો હતો, જેનું શૂટિંગ કરવા માટે તેના માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું.

તેઓ કહે છે, “ટીમે એવી વસ્તુઓ અજમાવી છે અને અમલમાં મૂકી છે જે અગાઉ ક્યારેય કોઈ ભારતીય ફિલ્મમાં જોવા મળી ન હોય. મને આ વિશાળ એક્શન દ્રશ્યોનો ભાગ બનવું ગમ્યું છે અને જ્યારે હું તે દ્રશ્યો કરતો હતો ત્યારે હું એક બાળક જેવું અનુભવતો હતો! જ્યારે અમે ટાઇગર 3 ના ટ્રેલરનું અનાવરણ કરીશું, ત્યારે અમે તમને ઘણી મોટી ક્ષણો સાથે પરિચય કરાવીશું જે ફિલ્મની અમારી આગામી માર્કેટિંગ વ્યૂહરચના બનવા જઈ રહી છે.”

સલમાનનું કહેવું છે કે ટાઇગર 3 ની વાર્તા ઉતાર-ચડાવથી ભરેલી છે, કારણ કે સુપર એજન્ટ ટાઇગર દિવસને બચાવવા માટે એક જીવલેણ મિશન પર નીકળી પડે છે.

તે કહે છે, “ટ્રેલર અને ફિલ્મ પાસેથી ધારી ના હોય તેવી અપેક્ષા રાખો અને એક એક્શન મનોરંજક માટે તૈયાર થઈ જાઓ જેમાં ખરેખર દિલધડક સ્ટોરીલાઇન હશે. મારા માટે ટાઇગર 3 ની સ્ટોરીએ મને તરત જ આકર્ષી લીધો હતો. હું વિશ્વાસ કરી શકતો ન હતો કે આદિ અને ટીમ શું લઈને આવ્યા છે! આ ચોક્કસપણે ટાઇગરનું સૌથી ખતરનાક મિશન છે અને તક મેળવવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડશે.”

[wptube id="1252022"]
Back to top button