MULISURENDRANAGAR

સરલા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારના ભરડો લીધો સ્મશાન ગૃહને પણ ન છોડયું.

બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પેનલ બોર્ડનું બીલ ઉધારી બારોબાર ઉચાપત: મુળી તા.પં.ઉપપ્રમુખના પતિના આક્ષેપ

મુળીના સરલા ગ્રામ પંચાયતના વહીવટમા મોટોપાયે ભ્રષ્ટાચાર બહાર આવેલ છે ત્યારે એક ૨૦૦ વોલ્ટેજની પેનલબોર્ડ ખરિદીમાં આ ભ્રષ્ટાચાર ઉજાગર થવા પામેલ છે સ્થળ તપાસ કરતાં આવી કોઈ પેનલબોર્ડની ખરીદી કરવામાં આવેલ ન હોય જાણવા મળેલ છે ત્યારે આ આક્ષેપ ખુદ ભાજપ શાસિત મુળી તાલુકા પંચાયતના મહિલા ઉપ પ્રમુખના પતિ એ જ કરતાં ચકચાર મચી જવા પામી છે તેઓ એ આ બાબતે આર.ટી.આઈ પણ માંગેલ હોય અને તેઓએ આ ખરીદી કરેલ પેનલબોર્ડ જોવા માટે સરલા સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા ત્યાં કોઈ આ બીલ પ્રમાણે કોઈ પેનલબોર્ડ જોવા મળેલ નહોતા ત્યારે આ બાબતે ૧.૮૫ લાખનું બીલ બનાવી બારોબાર નાણાની ઉચાપત ઉજાગર કરી હતી જે તે સમયના પેનલબોર્ડ કે જેની કુલ કીમત આશરે ૧૮ હજારથી વધુમાં ન થાય તેવા જ બોર્ડ જોવા મળેલ હતા એ પણ અગાઉની બોડીએ ખરિદી કરેલ હતા તેમ મનસુખભાઇ લબકામણા એ જણાવ્યું હતું તેઓએ જણાવેલ કે નવું પંચાયત ઘર બનેલ તેમાં પણ મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી છે અને આર.ટી.આઈ માંગેલ છે જેનો જવાબ હજું સુધી આપેલ નથી ત્યારે વધુમાં એક પેનલબોર્ડ ખરીદીમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરતાં આ ભ્રષ્ટાચારનો ભોરીંગ સ્મશાન ગૃહને પણ છોડેલ નથી એ સાબિત થયું છે દિન પ્રતિદિન મુળી તાલુકાનાં ગામોમાં પંચાયતમાં સરપંચ તલાટી દ્વારા ખોટા બીલો બનાવી ઉધારી ખરીદી કર્યા વગર નાણાં ઉચાપત થ‌ઈ રહ્યાની રાવ મળતી હોય છે અને હવે માજા મુકી હોય તેમ ઉચાપત બહાર આવતી જાય છે અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ લબકામણા ના પત્ની જેઓ મુળી તાલુકા પંચાયતમાં ઉપ પ્રમુખ તરીકે સેવા બજાવે છે અને તેઓના જ ગામ સરલામાં થતો પંચાયત માં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા તેઓ આગળ આવતા ચકચાર મચી જવા પામી છે જયારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ પણ સરલાના જ હોય ત્યારે આ જ ગામે ભષ્ટાચાર ફુલોફાલ્યો હોય તે નરી આંખે જોઈ શકાય છે તેમ મનસુખભાઇએ જણાવ્યું હતું આવનાર સમયમાં આ બાબતે લેખિતમાં રજુઆત ઉચ્ચ કક્ષાએ કરનાર છે આ પેનલબોર્ડ ઉમિયા પાઈપ એજન્સીમાથી ફકત બીલ લ‌ઈને નાણા ચુકવવામા આવેલ છે જે ૧.૮૫ લાખ જેવી માતબર રકમની ઉચાપત થ‌ઈ છે આવું કોઈ પેનલબોર્ડ આવતું નથી ખરેખર આવી પેનલ ૧૮ હજારમાં બજારમાં મળતી હોય છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button