જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીને એકવીસ લાખનું દાન
ન્યુ જર્સીના પ્રથમ કાર્યક્રમમાં સુંદર પ્રતિસાદ

તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ન્યુ જર્સીના પ્રથમ કાર્યક્રમમાં સુંદર પ્રતિસાદ

બીજી જૂન રવિવારની સાંજે ન્યુ જર્સીના બેલવીલ શહેરના ઓમ ટેમ્પલ હોલમાં ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીને કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જીલ્લાનાં ટીંબી ગામમાં છેલ્લા અઢાર વર્ષથી સ્વામી નિર્દોષાનંદજીની પ્રેરણાથી તદ્દન નિશૂલ્ક હોસ્પિટલ ચાલે છે જ્યાં ઓપરેશનથી માંડીને દર્દીના સગા વહાલાને ભોજન પણ નિશૂલ્ક આપવામાં આવે છે આ હોસ્પિટલના સમર્પિત સેવક ડો. મહેશ લીંબાની અને મિત્રો દ્રારા બીજી જૂનને રવિવારે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે 25,300 ડોલર એટલે કે આશરે 21 લાખ રુપિયા જેવી માતબર રકમ એકત્ર થઈ હતી આ પ્રસંગે જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો, સુમુલ રાવલ અને જાણીતા દાનવીર અને ફાર્માસિસ્ટ ઋતુલ શાહ તથા સૌરાષ્ટ્ર ક્રીકેટ એશોશિએશનના સૌરીન રોહીત શાહ ખાસ અતિંથીવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા હજુ સાતમી જૂને ફેરફેક્ષ વર્જીનીયા અને આઠમી જૂને બાલ્ટીમોર ખાતે આ હોસ્પિટલ માટે બે કાર્યક્રમો થશે અને ત્રણે કાર્યક્રમોના મળીને દાનની કુલ રકમ એકાવન લાખને પાર કરશે એવી શ્રદ્ધા છે.









