
ચોટીલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજકોટ નિવાસી રમેશ ફેફર બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપણી કરતા પ્રાંત અધિકારી અને ચોટીલા પોલીસ સ્ટેશન માં આવેદન આપવામાં આવ્યું
ચોટીલા બ્રહ્મા સમાજ દ્વારા રમેશ ફેફર એ સોશિયલ મીડિયામાં યુ ટ્યુબ માં રમેશ ફેફરે પોતાને કલકી અવતાર કરાવીને બ્રહ્મ સમાજ તેમજ ક્ષત્રિય સમાજ રાક્ષસો છે અને ડોક્ટરો અને એન્જિનિયરો પણ રાક્ષસો છે અને બ્રાહ્મણો અને ક્ષત્રીયો ને સાત વર્ષમાં હાર્ટ એટેક લાવી નાશ કરી નાખીશ અને પરશુરામ ભગવાન વિરુદ્ધ અભદ્ર શબ્દ પ્રયોગ કર્યો હતો અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ અભદ્ર ભાષા અને ચંદ્રયાન નો પણ ઉલ્લેખ કર્યો હતો વડાપ્રધાન વિરુદ્ધ નિમ્ન શબ્દ વાપરી અને હિન્દુ સમાજને અપમાનિત કરી તેની લાગણી દુભાવી તે વિરુદ્ધ બ્રહ્મ સમાજ દ્વારા મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને ચોટીલા પોલીસ સ્ટેશન રમેશ ફેફર વિરુદ્ધ ચોટીલા પીઆઇ જે જે જાડેજા ને અરજી આપી રમેશ ફેફર વિરુદ્ધ સરકાર દ્વારા આકરા પગલા લેવાય અને યોગ્ય સખત કાર્યવાહી થાય તેવી બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી..
અહેવાલ.
વિક્રમસિંહજાડેજા
ચોટીલા










