ANANDANAND CITY / TALUKO

આણંદ ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મુકાયું.

આણંદ ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મુકાયું.

તાહિર મમેમણ – 28/03/2024- આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું રસપૂર્વક નિરીક્ષણ કરી માધ્યમો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે,લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે,કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચારસંહિતાના અમલીકરણ અર્થે કરવામાં આવતી કામગીરી જેવી કે પેઈડ ન્યુઝ તથા સોશિયલ મીડિયામાં ચાલતા આચારસંહિતા ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખી તેને નિયત સમયમર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા ચૂંટણી સંદર્ભે માહિતી કચેરીની પ્રચાર-પ્રસારની કામગીરીને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટે ચૂંટણીલક્ષી વિગતો, લોકસભા ચૂંટણી કાર્યક્રમ, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મતદાર યાદીમાં નામ નોંધણીની પ્રક્રિયા, ઇવીએમ,વીવીપેટ અંગે સમજણ, ચૂંટણી પંચની વિવિધ IT એપ, સક્ષમ એપ, વોટર હેલ્પલાઇન એપ, નો યોર કેન્ડીડેટ, વોટર હેલ્પલાઇન એપ,વોટર હેલ્પલાઈન નંબર ૧૯૫૦નું બેનર, ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૦૫૮૮ દર્શાવતું બેનર, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદારોની વિગત, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે ટીમોની રચના, મતદાન કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સુવિધાઓ, મતદારોના માર્ગદર્શન માટે દિશા નિર્દેશ, મતદારયાદીમાં નામ ચકાસવા માટેની પ્રક્રિયા, વોટર હેલ્પલાઇન એપના ફાયદા, સી -વિજિલ મોબાઇલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button