
આણંદ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
તાહિર મેમણ – આણંદ – 16/06/2024 – જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ અને ગોવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં જાહેર માર્ગો, હાઈવે પરના ખુલ્લા દબાણો, પાર્કિંગમાં મુકેલી લારીઓ અને જિલ્લાની હાઈવે ઉપરની ચોકડીઓ ખાતેના દબાણોને વહેલી તકે દૂર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.આ ઉપરાંત કલેક્ટરશ્રીએ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓને તેમના આંતરિક પ્રશ્નોનું પરસ્પર સહકારથી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.