
ખંભોળજ ધરા ઉપર નોટબુકનુંવિતરણ કરવામાં આવ્યું.
તાહિર મેમણ : આણંદ – 16 જૂન 2024 રવિવારના રોજ 10.00 કલાકે આર. સી. મિશન શાળા પટાંગણમાં દાતાશ્રી મધુબેન રાઠોડ દ્વારા વતન પ્રેમ જોવા મળ્યો. સ્વાભાવિક હસમુખા તેઓનો પરિચય ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા તેઓ જણાવે છે કે સમાજના બાળકો ભણી ગણીને આગળ વધે દેશના સારા નાગરિક બને, જીવનમાં ઉન્નતિ ના શિખર સર કરે, તે હેતુસર સત્રની શરૂઆતથી જ પાંચેય મહોલ્લાના ભણતાં બાળકોને નોટબુક નું વિતરણ વર્ષો થી કરુ છું. શરૂઆતની પ્રાર્થના નોટબુકનેઆશિર્વાદ રેવ. ફાધર જોન પીટર દ્વારા આપવામાં આવ્યો ત્યારબાદ બાલવાટિકા થી લઈ અને કોલેજ માં અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડાઓ આપવામાં આવ્યા. વિતરણ બાદ મધુબેન રાઠોડ નું પુષ્પોથી સન્માન ડૉ. શૈલેષ વાણીયા શૈલ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું. મધુબેન રાઠોડ 80વર્ષ ની ઉંમર વટાવી ચૂક્યા છે. વ્યવસાયે રિટાયર શિક્ષિકા છે. બાળકો તથા ગામ પ્રત્યેના અપાર પ્રેમ છે. તેની ઝલક ફોટામાં આપણને દેખાઈ આવે છે. અંતિમ પ્રાર્થના બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. ધોરણ 10અને 12બાળકોને પ્રેમ ભેટમાં સો રૂપિયા આપવામાં આવ્યા. બાળકો ની મુખાકૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો. 11. 30 વાગ્યે છૂટા પડ્યા.