
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગર ખાતે આવે સરસ્વતી વિદ્યાલય ખાતે શરૂ થયેલ નવા શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષણ મેળવવાના પહેલા પગથિયે જ્યારે નાના ભૂલકાઓ પગ મૂકી રહ્યા હોય ત્યારે ઉમરેઠ સરસ્વતી વિદ્યાલય દ્વારા તમામનું હર્ષોલ્લાસ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક ક્ષેત્રે ઉમરેઠ નગરની સરસ્વતી વિદ્યાલય વિદ્યાર્થીઓના ઘડતર અને સારું શિક્ષણ આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે આવી રીતે વિદ્યાર્થીઓ નું સ્વાગત કરવું એ પણ એક બિરદાવવા લાયક કાર્ય છે,કેમ કે આવી રીતે જો વિદ્યાર્થીઓને આવકારવામાં આવે તો વિદ્યાર્થીઓમાં પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરવા અનેરો ઉત્સાહ વધે છે.
[wptube id="1252022"]