ANANDANAND CITY / TALUKO

વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બી. એન્ડ બી. પોલિટેકનિક કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ

વાહકજન્ય રોગો (મલેરિયાડેન્ગ્યુચિકનગુનીયા) વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

*****

આણંદમંગળવાર :: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રવિદ્યાનગર અને બી. એન્ડ બી. પોલિટેકનિક કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે વિદ્યાનગર ખાતે ભીખાભાઈ સર્કલથી ભાઈકાકા સર્કલ સુધી જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર. બી. કાપડીયાએ લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. કે. ડી. પાઠક, બી. એન્ડ બી. પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. કે. એમ. મકવાણા, વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી ડૉ. શ્રુતિ વાઘેલા, બી. એન્ડ બી. પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓકર્મચારીઓ તેમજ વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જોડાયા હતા.

આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા બી. એન્ડ બી. પોલિટેકનિક કોલેજ ખાતે મચ્છરના જીવનચક્રનું જીવંત પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું, જેમાં જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડૉ. રાજેશ પટેલે વાહકજન્ય રોગો (મલેરિયાડેન્ગ્યુચિકનગુનીયા) વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button