
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૮.૧.૨૦૨૪
હાલોલ ઔદ્યોગિક એકમ માં આવેલી એક પેસ્ટીસાઈડ કેમિકલ્સ કંપનીમાં રાત્રે આગ લાગતા લિક્વિડ પેસ્ટીસાઈડ નું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા ચાર જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો મોડી રાત્રે બે વાગ્યે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.હાલોલ તાલુકા ના બાસ્કા – તાજપુરા રોડ ઉપર પાનેલાવ ગામે આવેલા યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ‘ ‘બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ’ નામની જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી જોત જોતા માં આગ આખા તરલ રાસાયણિક દવાઓ ના યુનિટ માં પ્રસરી જતા આખું યુનિટ સળગી ઉઠ્યું હતું. બનાવ ને પગલે હાલોલ પાલિકાના બે મોટા અને એક નાનું તેમજ એમજી મોટર્સ નું મોટું મળી ચાર ફાયર ટિમે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.1996 થી આ કંપની જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરે છે અને 2000 લીટર નું રોજીંદુ ઉત્પાદન ધરાવતા આ નાના યુનિટ માં મોટા પ્રમાણ માં જંતુનાશક દવાઓ બનાવવા ઉપયોગ માં લેવાતા કેમિકલ નો જથ્થો હતો જે આગની ઝપેટ માં આવી ગયો હતો. ઉત્પાદન યુનિટ માં જ કેમિકલ નો જથ્થો સંગ્રહ કરવામાં આવેલો હોવાથી આગ ઉપર કાબુ મેળવવા ફાયર ફાઈટર્સ ની ટિમો ને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.રાત્રે અંદાજીત 9:30 વાગ્યે લાગેલી આગ જોતજોતામાં આખા યુનિટ માં પ્રસરી જતા સળગી ઉઠેલા કેમિકલ ના જથ્થા નો ધુમાડો અને આગ ની જ્વાળાઓ દૂર થી જોઈ શકાતી હતી. રાત્રે બે વાગ્યે આગ ઉપર નિયંત્રણ મેળવવા માં આવ્યું હતું.ત્યાં સુધી માં આખું યુનિટ સ્વાહા થઈ જવા પામ્યું હતું.










