
તા. ૧૮. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
પ્રવિત્ર યાત્રાધામ ડાકોર મુકામે દાઉજી મંદિરમાં અન્નપૂર્ણા માતાજી ની થયેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંત સમાગમ પણ યોજાયો
ડાકોર. પ.પૂ.શ્રી ટીલાદ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ર્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી માધવાચાયૅજી મહારાજ ના આશીર્વાદ થી પ્રવિત્ર યાત્રાધામ ડાકોર મુકામે દાઉજી મંદિર ડાકોર ખાતે ભકતશ્રધ્ધાળુ ઓ ના સહયોગથી શ્રી અન્નપૂર્ણા માતાજી ના મંદિર નુ નવૅ નિમૉણ કરવામાં આવ્યું છે જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા સંત સમાગમ પ.પૂ.મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૮ શ્રી જગદીશદાસજી મહારાજ ના માગૅદશૅન અને સાનિધ્યમાં ગોસંત સૂવી અખિલ ભારતીય ગુજરાત સંત સમિતિના અધ્યક્ષ અને જગન્નાથ મંદિર અમદાવાદ ના મંહત શ્રી શ્રી ૧૦૦૮ શ્રી દીલીપદાસજી મહારાજ.અખિલ ભારતીય ખાખી અખાડા ના મંહત શ્રી ૧૦૦૮ શ્રી મોહનદાસજી મહારાજ .જેતીયા પરિવાચૉયશ્રી ગોપાલદાસજી મહારાજ.અખાડા પરિષદના મહારાજ રાજેન્દ્ર દાસજી.મહામંડલેશ્વર ગરીબદાસ જી મહારાજ તેમજ સંતો મહંતો ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી
તા.૧૪-૦૬-૨૦૨૪ થી તા.૧૬-૦૬-૨૦૨૪ સુધી ચાલેલા મહોત્સવમાં વિવિધ કાયૅક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ મહોત્સવમાં ડાકોર આજુબાજુના તથા દાહોદ. પંચમહાલ. મહીસાગર જીલ્લાના શ્રધ્ધાળુ ભકજનો ઉપસ્થિત રહી ભક્તિ મય વાતાવરણ મા સંતો. મહંતો ના આશીર્વાદ સાથે ભોજન પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી