ANANDUMRETH

ઉમરેઠ અર્બન કો.ઓ. બેંક જીલ્લાભરમાં સહકારી બેંકોમાં ઉત્તમ કામગીરીમાં તૃતીય નંબર પ્રાપ્ત કરતા નગરજનો માટે ગૌરવની વાત

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા જીલ્લાભરની સહકારી બેંકોમાં ઉત્તમ કામગીરી કરનાર બેંક તરીકે ઉમરેઠ અર્બન કો.ઓપરેટિવ બેંકને પ્રથમ વખત ત્રીજા નંબરનું સ્થાન પ્રાપ્ત થયેલ છે જે સમગ્ર ઉમરેઠ નગરજનો માટે ગૌરવની વાત છે.
તારીખ ૨૫ મે ૨૦૨૪ ના રોજ સંઘ દ્વારા આણંદ ની હોટલ એમ્બોર્સિયા ખાતે આણંદ જીલ્લા સહકારી સંઘ આયોજીત સહકારી બેંકિંગ સેમીનાર તથા જિલ્લાભરની અર્બન કો ઓપરેટીવ બેંકો ના ડિરેક્ટર્સ માટે પ્રશિક્ષણ(તાલીમ) નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ઉમરેઠ અર્બન કો.ઓ. બેંકના ચેરમેન શ્રી સંજયભાઈ શહેરાવાલા, સીઈઓ શ્રી એચ.એમ.પટેલ, તથા મેનેજર શ્રી પરેશભાઈ શાહને, સંઘના પ્રમુખ શ્રી કાર્તિકભાઈ પટેલ તથા સમારંભના વક્તા શ્રી મંકોડી સાહેબે જીલ્લાભરની સહકારી બેંકો ના ચેરમેન, ડિરેક્ટર્સ, સી.ઈ.ઓ. તથા સ્ટાફ મિત્રો ની હાજરી માં શિલ્ડ તથા પ્રશસ્તી પત્ર એનાયત કર્યું હતું.
આ પ્રસંગે ઉમરેઠ અર્બન કો.ઓ. બેંકના હોદ્દેદારો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શાખ સમિતિ ના ચેરમેન શ્રી તથા સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, કર્મચારીગણ, સભાસદો, ખાતેદારો, તથા શુભચિંતકો આનંદની લાગણી અનુભવે છે.

[wptube id="1252022"]
Back to top button