KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની પરણીતા ને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા પતી,સસરા સામે ફરીયાદ

તારીખ ૨૪ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના માળી ફળીયામાં રહેતા પરીવાર ની પુત્રવધુ એ પતી અને સસરા સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અને ધાક ધમકી આપવા બાબત ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ડેરોલ સ્ટેશન ખાતે રહેતી પરિણીતા એ પોતાના સસરા વિપુલકુમાર દેવશંકર જોશી અને પતી રાહુલ વિપુલ જોષી સામે ફરીયાદ નોંધાવી જણાવેલ કે તેમના પતી અને સસરા દ્વારા ગડદા પાટું નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મા બેન સમાણી ગંદી ગાળો બોલી ફરીયાદી બહેન ને ધર મા પાછી આવી તો જાન થી મારી નાખવાની ધમકી આપતા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પતી અને સસરા સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]









