GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પરિવહનમાં માર્ગ સલામતી નિયમોની કડક અમલવારી માટે કાલોલ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

તારીખ ૧૮/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ અમલવારી કરાવવા સારૂ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં Mv Act ૧૮૫ મુજબના વધુમાં વધુ કેસો કરવા તેમજ સ્કુલોમાં બાળકોને લાવવા લઈ જવામાં પરિવહનમાં માર્ગ સલામતી નિયમોની કડક અમલવારી કરાવવા અનુસંધાને કેટલાક સ્કુલ વાન તેમજ સ્કુલ બસમાં સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાથી,વાહનોમાં નિર્ધારિત કરવામાં આવેલ હોય તેનાથી વધારે સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવતા હોય છે,આપાતકાલિન દરવાજો રાખવામાં આવેલ હોતો નથી તેમજ અગ્નિશમન ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી હોતી નથી તેમજ વાહનની મંજુરીઓ પણ લેવામાં આવેલ ન હોવાથી આજ રોજ કાલોલ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવ્યું.
[wptube id="1252022"]