મત ગણતરીના દિવસે ૧૦૦૦ ઉપરાંત અધિકારી, કર્મચારીઓ, પોલીસ વિભાગ સહિતના ફરજ બજાવશે
મત ગણતરીના દિવસે ૧૦૦૦ ઉપરાંત અધિકારી, કર્મચારીઓ, પોલીસ વિભાગ સહિતના ફરજ બજાવશે
તાહિર મેમણ – 29/05/2024 – આણંદ : આણંદ લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આગામી તારીખ ચોથી જુનના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ નલીની આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે સવારે ૮:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.
૧૬-આણંદ લોકસભા ચૂંટણીની મતગણતરીમાં કુલ ૯૮ કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં ૧૧૯ કાઉન્ટિંગ સુપરવાઇઝર, ૧૧૯ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને ૧૧૯ કાઉન્ટિંગ માઈક્રો ઓબ્ઝર્વર મળીને કુલ ૩૫૭ અધિકારી – કર્મચારીઓ ફરજ બજાવશે.
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીમાં કુલ ૧૪ કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં ૧૭ કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને ૧૭ કાઉન્ટિંગ માઇક્રો ઓબ્ઝર્વર મળીને કુલ ૫૧ અધિકારી – કર્મચારીઓ ફરજ બજાવશે.
૧૬-આણંદ લોકસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ માટે કુલ ૩૦ કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં ૩૬ કાઉન્ટિંગ સુપરવાઇઝર ૭૨ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને ૩૬ કાઉન્ટિંગ માઈક્રો ઓબ્ઝર્વર મળીને ૧૧૪ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. તેવી જ રીતે ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં થયેલ પોસ્ટલ બેલેટ મતદાનના કાઉન્ટિંગ માટે ચાર કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં પાંચ કાઉન્ટિંગ સુપરવાઇઝર, ૧૦ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને પાંચ કાઉન્ટિંગ માઈક્રો ઓબ્ઝર્વર મળીને ૨૦ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત ૧૬-આણંદ લોકસભા ચૂંટણીની મતગણતરીમાં બે ઓબ્ઝર્વર, ૦૮ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને ૧૬ કાઉન્ટિંગ માઈક્રો ઓબ્ઝર્વર મળીને ૨૪ અધિકારીઓ ફરજ બજાવનાર છે.
વિદ્યાનગર ખાતે નલીની આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે કાઉન્ટિંગ સ્ટાફ ઉપરાંત અધિકારીઓ, અન્ય કર્મચારીઓ અને પોલીસ વિભાગના , સીઆઇએસએફના ૫૦ જવાનો, એસઆરપીના ૫૦ જવાનો મળીને ૧૦૦૦ ઉપરાંત અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે.