BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં આજે ૭ ઉમેદવારી પત્રો ભરાયા.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જશુભાઈ ભીલુભાઈ રાઠવા તથા ઉમેશભાઈ રાયસિંહ રાઠવા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા એ ઉમેદવારી નોંધાવી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે તા. ૧૨/૦૪/૨૦૨૪ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.

જે અંતર્ગત આજે તા. ૧૬/૦૪/૨૦૨૪ ને મંગળવારના રોજ ૭ ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જશુભાઈ ભીલુભાઈ રાઠવાએ ૩ ઉમેદવારી પત્રો તથા ઉમેશભાઈ રાયસિંહ રાઠવાએ ૨ ઉમેદવારી પત્રો અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવાએ ૨ ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button