
Limkheda::લીમખેડા તાલુકાની પીડિત મહિલાને સાસરીપક્ષ દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરતા ૧૮૧ અભયમ મદદે પોહચી
લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને પતિ અને તમામ સાસરીપક્ષ દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવે છે તેમ જણાવતાં 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે તેઓને લગ્નની શરૂઆતથી જ પતિ તેમજ તમામ સારીપક્ષ દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવે છે અને આજરોજ મારકૂટ કરી પાંચ માસનું બાળક છીનવી લીધેલ જેથી પીડિતા પિયરમાં જતા રહેલ પરંતુ પોતાના બાળકની લાગણી થતાં 181 ટીમ ની મદદ લીધેલ જેથી 181 ટીમ દ્વારા પતિ અને તમામ સાસરીપક્ષને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવેલ કે એક મહિલાને આવી રીતે મારકૂટ કરવું ગંભીર ગુનો બને છે અને પરિવારની જવાબદારીનું ભાન કરાવતા પતિ અને તમામ સાસરીપક્ષ દ્વારા પોતાની ભૂલની માફી માંગી લેખીતમાં બહેદરી આપેલ કે આજપછી અપશબ્દ બોલશે નહિ અને મારકૂટ કરશે નહિ તેમ જણાવતાં પીડિતા પણ પોતાની મરજીથી પતિ અને સાસરીપક્ષ જોડે સમાધાન કરવા માગતા હોય જેથી બંને પક્ષોની મરજીથી સુખદ સમાધાન કરાવેલ છે