Dhoraji: ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં સામેલ વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમો યોજાયા

તા.૧૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભોળા, સુપેડી, છાડવાવદર, નાખલખડા, ઉદકીયા ગામોમાં આંગણવાડીઓ ખાતે મતદારોને જાગ્રત કરાયા
Rajkot, Dhoraji: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજનો દ્વારા મતદાનનો દર વધે તે માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ધોરાજીનાં ભોળા, સુપેડી, છાડવાવદર, નાખલખડા ઉદકીયા ગામોમાં આંગણવાડીઓ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મતદાનની આવશ્યકતા નાગરિકોને સમજાવવામાં આવી હતી. વધુમાં નાગરિકોને ૭ મેના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત અવશ્ય આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. લોકશાહીને ધબકતી રાખવા માટે દરેક નાગરિક પોતાની મતદાનની ગૌરવપૂર્ણ ફરજ નિભાવે તે મહત્વનું છે, આ માટે ગામોગામ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજીને વધુમાં વધુ લોકોને ચુંટણીમાં મત આપવા હાકલ કરવામાં આવી રહી છે.