
5 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ના વતની અને વડા ખાતે આવેલ ઢટોસણધામના પાડોશી ઠાકોર રાજેશકુમાર રમેશજી દર શનિવારે દાદાના દર્શન કરવા જતા થરા ઓગડ વિદ્યા મંદિર ખાતે ધો.૧૨ માં અભ્યાસ કરતા અને હનુમાનદાદા ઉપર ખૂબ આસ્થા ધરાવતા હતા.”અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” તેમ અડગ રહી દાદાની સેવા કરતા હતા.દાદાના આંગણે આવેલો યાચક ક્યારેય નિરાશ થતો નથી એ જ રીતે રાજેશકુમારે દાદાની ખૂબ ભાવથી ભક્તિ કરી એટલે દાદાએ એમને વડોદરા સી.ટી.પોલીસ સ્ટેશનમાં સિલેક્ટ કરી ખાખી વર્દીની ઈચ્છા પૂરી કરી એ બદલ ખુબ આનંદ સાથે એમની માનતાનો પ્રથમ માસનો પૂરો પગાર રૂ.૨૩,૭૫૦/- દાદાના ચરણોમાં અર્પણ કર્યો.આ દાન એમને સ્વેચ્છા અર્પણ કરી દાદાના કાયમ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ત્યારે ખાનપુરા વાસ પ્રા. શાળાના આચાર્ય શૈલેષભાઈ દેવ,બ.કાં. જિલ્લા યુવા ભાજપ ઉપાધ્યક્ષ ઝેણુભા વાઘેલા,સદુભા વાઘેલા,ભવાનભાઈ ખાનપૂરા, સનાજી ઉણેચાએ હનુમાન દાદાની છબી આપી શાલ ઓઢાડી રાજેશકુમાર ઠાકોર નું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું









