GUJARATIDARSABARKANTHA

ખેડબ્રહ્માની ગાડુ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગૌચરમાં બાંધકામ કરતા હોવાની લેખિત રજૂઆતને લઈ તંત્ર દોડતું થયું…

ખેડબ્રહ્માની ગાડુ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગૌચરમાં બાંધકામ કરતા હોવાની લેખિત રજૂઆતને લઈ તંત્ર દોડતું થયું…

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ખેડબ્રહ્મા તાલુકાની ગાડુ ગ્રામ પંચાયત ની ગૌચર જમીનમાં શ્યામનગર નજીક દબાણ કરતા હોય ગેરકાયદેસર રીતે કોમ્પલેક્ષ ઊભું કરવાનું કામકાજ આરભ્યું હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે.. શ્યામનગર પાટીયા નજીક ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે એક કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવી રહ્યું છે જેણે પગલે ગ્રામ પંચાયતના આ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા તંત્ર અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તંત્રને લેખિત રજૂઆત મળતા તંત્ર દ્વારા દબાણ કરતા અને ગુજરાત રાજ્ય અધિનિયમ કલમ 105 હેઠળ દબાણની નોટિસ ફટકારવામાં આવી છે.. સ્ટેટ હાઇવે રોડ નજીક ચાલતા ગેરકાયદેસર બાંધકામની રાવ હેઠળ તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે ગાડુ ગ્રામ પંચાયત દ્વારા પણ દબાણ સ્થળે નોટિસ આપી સાચી હકીકત જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.. તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી નોટિસમાં કોઈપણ પ્રકારનું ભીનું સંકેલાય તે બાબતે ધ્યાને રાખી સ્પષ્ટપણે સ્થળ મુલાકાત કરી ઝડપીથી સાચી હકીકત બહાર લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.. ગાડુ ગ્રામ પંચાયત તરફથી ગૌચર જમીનમાં બની રહેલ કોમ્પ્લેક્સ માં નોટિસ લગાવવામાં આવી છે અને તેની સર્વે નંબરની તપાસ પણ કરવામાં આવી રહી છે જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી અરજી અનુસંધાને સાચી હકીકત જાણવા ના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે એક તરફ જાગૃત નાગરિક દ્વારા પંચાયત તેમજ તંત્રને લેખિત અરજીમાં સ્પષ્ટપણે ગૌચર જમીનમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઊભું કરાવતા હોવાનો ઉલ્લેખ કરાવે છે તો બીજી તરફ તંત્ર દ્વારા લેખિત રજૂઆતને ધ્યાને લઈ સાચી હકીકત જાણવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે ત્યારે આવનાર દિવસની અંદર આક્ષેપ મુજબ ગૌચર જમીનમાં ઊભું થઈ રહેલા કોમ્પલેક્ષ બાબતેની સાચી હકીકત સામે આવશે…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button