DAHOD

દાહોદના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને દત્તક લઈ પોષણ કિટનું વિતરણ ટીબીમુકત ભારત અભિયાન અંતર્ગત

તા.26.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ટીબીમુકત ભારત અભિયાન અંતર્ગત દાહોદના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને દત્તક લઈ પોષણ કિટનું વિતરણ

પ્રધામંત્રીના ટીબીમુકત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત આજ રોજ દાહોદ તાલુકાના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીનાં નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજનાનો પ્રારંભ કરાયો છે

જે અન્વયે ડૉ સચિન મકવાણા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝરની અધ્યક્ષ સ્થાને ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના સામાજીક આગેવાન શ્રી હરેન્દ્ર નાયક દ્વારા નિક્ષય મિત્ર બનીને ૫ દર્દીઓને દતક લઈને પોષણ કીટ આપવામાં આવી હતી. ડૉ મુકેશ પડવાલ દ્વારા ૩ દર્દીઓ, સતિન્દ્ર પડવાલ ૧ દર્દી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ સચિન મકવાણા ૩ દર્દીઓ, ફાર્માશિસ્ટ ગોપાલભાઈ ૧ દર્દી, CHO મનીષાબેન વણકર ૧ દર્દી MPHW સુરેશભાઈ ભુરીયા ૧, વોર્ડ આયા સુશીલાબેન ચૌહાણ ૧ દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું

ઉપરાંત રવાળીખેડા ગામના સરપંચ કીકાભાઈ નિનામા તથા ગામના આગેવાન દસિયાભાઈ બારીયા દ્વારા પણ નિક્ષય મિત્ર બનીને ઍક ઍક દર્દી ને દતક લઈ ને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૮ દર્દીઓને દત્તક લઈ પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button