ANANDANAND CITY / TALUKO

આણંદ ખાતે રાખી મેળાનો શુભારંભ

આગામી તા. ૨૮ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે

આણંદગુરૂવાર :: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલ મહીલા સશક્તિકરણના અભિયાન અંતર્ગત કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે તેમજ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધેપગભર બને તે માટે પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. જે અન્વયે રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જુથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે જોડવામાં આવે છે.

આણંદ જિલ્લાના સ્વ સહાય જુથોને તેમના ઉત્પાદન માટે યોગ્ય બજાર તેમજ રોજગારી મળી રહે તે હેતુથી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જુની તાલુકા પંચાયત કંમ્પાઉન્ડઆણંદ ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રાખી મેળાને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈનાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિતાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છેજે  આગામી તા.૨૮/૦૮/૨૦૨૩ સુધી યોજાશે અને તેના થકી જિલ્લાની સ્વ સહાય જુથોની બહેનોને રોજગારી મળી રહેશે. આ મેળાનો આણંદ જિલ્લાના નાગરિકોને લાભ લેવા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button