ARAVALLIMODASA

અરવલ્લી : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ સેમિનાર યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ સેમિનાર યોજાયો

મોડાસા ટાઉન હોલ ખાતે તાલુકાના સૌ સરપંચ શ્રીઓની હાજરીમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન સેમિનાર યોજાયો.

રેડ ક્રોસ સોસાયટી આયોજિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ માં ૭૦૦ થી વધુ સ્વયં સેવકો જોડાયા

કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓમાં શું કરવું અને શું ન કરવું જોઈએ તથા વ્યક્તિ – વસ્તુનો કેવી રીતે બચાવ કરવો તે વિષયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ સેમિનાર યોજવામાં આવ્યો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને અરવલ્લી જિલ્લા શાખા દ્ધારા ટાઉન હોલ, મોડાસા ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં બહોળી સંખ્યામાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ, યુવાનો જોડાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી મોડાસા તાલુકા સરપંચ એસોસિયેશન પ્રમુખ શ્રીમતી જયાબા કિરણસિંહ પરમાર, મોડાસા નગપાલિકાના પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર તથા અતિથિ વિશેષ શ્રી ગીરીશભાઈ પટેલ (ગુરુકૃપા ટ્રેકટર) ઉપસ્થિત રહી આશર્વચન આપ્યા હતા તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રેડ ક્રોસ અમદાવાદના શ્રી તુષારભાઈ ઠક્કર એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે સાદી સરળ ભાષામાં માહિતી આપી સૌને માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ પ્રેક્ટિકલ દ્ધારા cpr, આગ, અકસ્માત, પૂર, વાવાઝોડા વગેરે ઘટનાઓમાં સાવચેતી રાખવા અને નિવારણ લાવવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. રેડ ક્રોસ સોસાયટી અરવલ્લીના ચેરમેન શ્રી ભરતભાઈ પરમારએ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું તથા જિલ્લાના વધુમાં વધુ યુવાનોને સ્વયં સેવક બનાવી ભવિષ્યમાં મોટા પાયે સેવાઓ આપવા જણાવ્યું હતુ. આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી મોડાસા ના કારોબારી સભ્યો જીતેન્દ્રભાઈ અમીન, અરવિંદભાઈ શ્રીમાળી, વિઠ્ઠલભાઈ પટેલ, કે.કે.શાહ, જયેન્દ્રભાઈ પંડ્યા, લલિતચંદ્ર બૂટાલા, નરેશભાઈ પારેખ, N.S.S ગ્રુપ, નર્સિંગ તાલીમાર્થીઓ, મોટી સંખ્યામાં વોલેંટીયર, સ્ટાફ મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button