રવિવારના રજાના દિવસે જિલ્લાના તાલુકા મથકો ખાતે જન સેવા કેન્દ્ર ચાલુ રહેશે
તાહિર મેમણ : 18/05/2024- તાજેતરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામો જાહેર કરવામાં આવેલ હોઈ વિદ્યાર્થીઓને શાળા, કોલેજોમાં પ્રવેશ માટે આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય નાગરિકલક્ષી સેવાઓ જનસેવા કેન્દ્રો ખાતેથી પૂરી પાડવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આજે તા. ૧૯-૦૫-૨૦૨૪ ના રવિવાર જાહેર રજા ના દિવસે આણંદ જિલ્લાના તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર સવારે ૧૦-૩૦ કલાકથી સાંજના ૬-૧૦ કલાક સુધી ચાલુ રાખવા માટે જણાવ્યું છે.
જેથી આણંદ જિલ્લાના નાગરિકોને નાગરિકલક્ષી સેવાઓ જનસેવા કેન્દ્ર ખાતેથી મળી રહે ઉપરાંત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામો પછી આવકના અને જાતિના દાખલા સમયસર વિદ્યાર્થીઓને મળી રહે તે માટે રજાના દિવસે પણ જનસેવા કેન્દ્ર ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.
આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓને તેમના તાલુકા મથક ખાતે મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર ઉપરથી રવિવારે રજાના દિવસે પણ દાખલા મળી રહેશે જેથી રજાના દિવસે પણ દાખલો મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.








