GUJARATJETPURRAJKOT

Rajkot: આદર્શ આચારસંહિતાનાં અમલીકરણ માટે અત્યાર સુધીમાં ૩૯૦૭થી વધુ અનધિકૃત રાજકીય પ્રચાર સામગ્રી દૂર કરાઈ

તા.૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે રાજકોટ જિલ્લા સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત તા.૦૪ એપ્રિલ સુધીમાં ૭૪- જેતપુર, ૭૧- રાજકોટ ગ્રામ્ય અને ૭૫-ધોરાજી વિધાનસભા મતક્ષેત્રમાંથી કુલ ૩૯૦૭ થી વધુના અનઅધિકૃત રાજકીય પ્રચારાત્મક લખાણો, બેનર, પોસ્ટરોને દૂર કરવામાં આવ્યા છે. જેમાં ૭૪- જેતપુર વિધાનસભા મતવિસ્તારમાંથી જાહેર કે સરકારી મિલકતો પરથી ૭૯૭ અને ખાનગી મિલકતો પરથી ૬૦૦ કુલ ૧૩૯૭ થી વધુ અનઅધિકૃત રાજકીય પ્રચારાત્મક જાહેરાતો દૂર કરવામાં આવી છે.

આ ઉપરાંત, ૭૧ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાંથી જાહેર કે સરકારી મિલકતો પરથી ૧૫૦૦ અને ખાનગી મિલકતો પરથી ૨૭૫ આમ, કુલ ૧૭૭૫ થી વધુ તથા ૭૫- ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાંથી જાહેર કે સરકારી મિલકતો પરથી ૨૭૧ અને ખાનગી મિલકતો પરથી ૪૬૪ આમ, કુલ ૭૩૫ થી વધુ કેસ અંતર્ગત અનધિકૃત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે, તેમ મદદનીશ ચૂંટણી અધિકારી સર્વશ્રી રાજકોટ ગ્રામ્ય, જેતપુર તથા ધોરાજી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button