
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૯.૨૦૨૩
હાલોલના ચંદ્રપુરા ખાતે આવેલ જીઆઇડીસી માં જંતુનાશક દવાઓ બનાવતી કંપનીમાં ગુરુવારની ઢળતી સાંજે કોઈ કારણોસર આગ લાગતા જીઆઇડીસી માં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.જોકે બનાવવાની જાણ હાલોલ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને કાબુમાં કરવા બાજુમાં આવેલી એક ખાનગી કંપનીના ફાયર ફાઈટર તેમજ કાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર ની મદદ લઈ હાલ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાવી રહ્યા છે.ગુરુવારની ઢળતી સાંજે હાલોલના ચંદ્રપુરા ખાતે આવેલ જંતુનાશક દવાઓ બનાવતી સન્મુખા એગ્રોટેક કંપનીમાં અચાનક કોઈ કારણોસર કંપનીના પ્રથમ તેમજ બીજા માળ પર આગ ફાટી નીકળતા કંપનીમાં તેમજ આ વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી.બનાવના પગલે આગના ગોટે ગોટા આકાશમાં ઉડતા દૂર દૂર સુધી જોવા મળતા લોકો આગ ફાટી નીકળી છે. તે દિશા તરફ લોકો દોડી આવ્યા હતા.બનાવ અંગેની જાણ હાલોલ ફાયર ફાઈટરને કરવામાં આવતા તેઓ વીજળીકગતીએ બનાવના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જોકે આગે જોત જોતામાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને કાબુમાં લેવા માટે અન્ય ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે.જ્યારે બનાવને લઈને વહીવટી તંત્ર સજાક બની ઘટના સ્થળે દોડતું થઈ ગયું હતું. જોકે હાલ આ સમાચાર લખાઈ રહ્યા છે.ત્યારે પણ આગ ને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. જોકે પ્રાથમિક તબક્કે આગમાં કોઈ જાનહાની ન હોવાનું જાણવા મળેલ છે.જ્યારે આગ કયા કારણોસર લાગી છે. અને તેમાં કેટલું નુકસાન છે.તે હાલમાં જાણી શકાયેલ નથી.