

વડોદરા જિલ્લામાં શિનોર તાલુકાના, સેગવા થી રાજપીપળા જતો રાજ્ય માર્ગ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય ને જોડતો માર્ગ હોય,આ માર્ગ ૨૪ કલાક વાહનોની અવરજવર થી ધમધમે છે.. છેલ્લા ચાર દિવસથી આ માર્ગ પર ના દરિયાપુરા ગામ નજીક એક મસમોટો ભૂઓ પડ્યો છે. આ ભૂઆને જોતાં, તેમાં અંદર ની બે બાજુ પર મોટું પોલાણ જોવાઇ રહ્યું છે.. અને અકસ્માત નો ભય સતત સેવાઇ રહ્યો છે.આ ઉપરાંત ભારદારી વાહન ભૂઆ ની નજીક થી પસાર થાય તો ,ડામર રોડ ની નીચે પોલાણ હોવાના કારણે મોટો અકસ્માત પણ સર્જાઇ શકે છે. જો કે આ સ્થળે, એક સ્થાનિક જાગૃત આગેવાને,ભૂઆ માં ઝાડની ડાળીઓ ની આડસ કરી ,લાલ રંગની કોથળી મૂકી વાહનચાલકો સતર્ક કરવાનો પ્રયાસ કરી,તંત્ર સત્વરે આ સ્થળે જરુરી સમારકામ કરાવે તેવી માંગ કરી છે..
ઉલ્લેખનીય છે કે ભૂઆ ના કારણે ૨૪ કલાક ભારે વાહનો ની અવરજવર થી ધમધમતા આ રાજ્ય ધોરીમાર્ગ પર, મોટા અકસ્માત ની ભીતી સતત સેવાઇ રહી છે ત્યારે રાજ્ય માર્ગ મકાન વિભાગ સત્વરે આ સ્થળે ભૂઆ નું પૂરાણ અને સમારકામ કરાવે તેવી માંગ આ સ્થળે થી પસાર થતા વાહનચાલકો માં જોવા મળી છે.
ફૈઝ ખત્રી… શિનોર





