GARUDESHWARNANDODNARMADA

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ગોરા ખાતે યોજાનારા શુરપાણેશ્વર મહાદેવ મેળાના આયોજન અંગે બેઠક મળી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ગોરા ખાતે યોજાનારા શુરપાણેશ્વર મહાદેવ મેળાના આયોજન અંગે બેઠક મળી

રાજપીપલા : જુનેદ ખત્રી

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે પુણ્ય સલિલા મા નર્મદાના કિનારે આવેલા શુરપાણેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે ત્રિ-દિવસિય મેળો તા.૧૮ થી ૨૦ એપ્રિલે યોજાશે. આ મેળાના સુચારૂ આયોજન-અમલવારી સંદર્ભે એકતાનગર વહીવટી સંકુલ ખાતે નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના વડપણ હેઠળ બેઠક મળી હતી.

હાલમાં ચૈત્ર માસ નિમિત્તે મા નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા ચાલી રહી છે. તેમજ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પ્રવાસીઓનો સતત ધસારો ચાલુ રહેતો હોય છે. ત્યારે આ મેળામાં પણ શુરપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા પણ રહેલી છે. જેને ધ્યાનમાં લઈને ઉક્ત બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમકે કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, પાર્કિંગના સ્થળે સાઈનેજીસ મૂકવા- હેલ્પડેસ્કની રચના કરવી, વાહન વ્યવહારમાં અડચણ ન થાય તેની કાળજી રાખી રૂટ ડાયવર્ઝન, મેળાના દિવસો દરમિયાન ઓથોરિટીની બસોના રૂટ નક્કી કરવા, એસટી વિભાગ દ્વારા વધારાના જરૂરી બસ રૂટ ફાળવવા, વિવિધ સ્ટોલની ફાળવણી, મેળાના સ્થળે યોગ્ય સાફ સફાઈ જળવાઈ રહે તે જોવા, કચરા પેટીની વ્યવસ્થા, મંદિરમાં દર્શનાર્થે એકસાથે ભીડ ન થાય તેનું યોગ્ય નિયમન કરવા તેમજ નર્મદા આરતીમાં સામેલ થનારા ભાવિકોની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થાય તે સહિતની સુચારુ વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button