NANDODNARMADA

ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કરેલ પાંચ પ્રશ્નોના જવાબો નહિ મળતાં ધારણાની ચીમકી

ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કરેલ પાંચ પ્રશ્નોના જવાબો નહિ મળતાં ધારણાની ચીમકી

 

અધિકારીઓ તેમની લાગતી વળગતી એજન્સીઓ ને કરોડો રૂપિયાની લહાણી કરતા હોવાના ચૈતર વસાવાએ લગાવ્યા આક્ષેપ

 

નર્મદા જિલ્લા વનવિભાગ પ્રાયોજના વિભાગ તેમજ સિંચાઇ વિભાગે ટેંડરિંગ કર્યા વગર કરોડોના કામોની ચુકવણી કરી દીધી અને સ્થળ ઉપર કામ જ નથી થયા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંગભાઈ તડવી, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત દિવસ અગાઉ કલેકટર મારફત પૂછેલા પાંચ પ્રશ્નોના જવાબ જેતે વિભાગના અધિકારીઓ દ્વારા નહિ મળતા ધારાસભ્ય રોષે ભરાયા હતા તેમણે ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી

સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક અગાઉ સાત દિવસ પહેલાં તેઓએ પ્રજા હિતના પાંચ પ્રશ્નોના ઉત્તર માંગ્યા હતા પરંતુ સંકલન બેઠકમાં તેના જવાબો જેતે વિભાગના અધિકારીઓ આપી શક્યા નહિ ચૈતર વસાવાએ ૧. નર્મદા જિલ્લામાં ઓરડાઓ ન હોય એવી પ્રાથમિક શાળાઓ કેટલી છે ? કાયમી શિક્ષક થી ચાલતી પ્રાથમિક શાળાઓ કેટલી છે ? ૨) ભારત સરકાર ની બંધારણની કલમ ૨૭૫(૧) હેઠળ ચેકડેમ, જૂથ કુવા, ઉદ્દવહન સિંચાઈ યોજના નો નિવિદા વર્ક ઓર્ડર ક્યારે અને કઈ સંસ્થાઓને આપવામાં આવ્યો? ઉક્ત કામગીરીની હાલની સ્થિતિ અને ચૂકવેલ રકમ સહીતની માહિતી પુરી પાડી ચર્ચા કરવા બાબત ૩) વિકાસશીલ તાલુકા યોજના, દેડીયાપાડા-સાગબારા વર્ષ ૨૦૨૩-૨૪ ના આયોજનમાં કયા પદાધિકારી અને અધિકારીઓના કેટલા કામો મંજુર કરવામાં આવેલ છે (૪) નર્મદા વન વિભાગ દ્રારા છેલ્લા બે વર્ષમાં દેડીયાપાડા અને સાગબારા તાલુકાની રેન્જોમાં વિવિધ યોજના, સદર હેઠળ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી, ઉક્ત કામગીરીની ટેન્ડર પ્રક્રિયા, તેમાં આવેલ એજન્સીઓ, કેટલા ભાવ, હાલની સ્થિતિ સહીત ની માહિતી ૫) દેડીયાપાડા તાલુકામાં મનરેગા યોજનામાં મટીરિયલ પૂરું પાડનાર એજન્સી નક્કી કરવાની ગાઈડલાઈન શું હોય છે ? કેટલી ગ્રામ પંચાયતોમાં GST રોયલ્ટી ભરીને મટીરિયલ પૂરું પાડેલ છે? આજની સ્થિતિએ કામની સ્થિતિ બાબતે માહિતી માંગી હતી ત્યારે માહિતી નહિ મળતાં ધારાસભ્ય રોષે ભરાયા હતા અને જેતે અધિકારીની ચેમ્બર બહાર ધરણાં કરવા ચીમકી ઉચ્ચારી હતી

ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લાના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે ટેન્ડર પ્રક્રિયા વિના કરોડો રૂપિયા મળતિયા એજન્સીઓ ને લહાણી કરી હોવાનો ઉપરાંત વન વિભાગ દ્વારા છેલ્લા છ વર્ષમાં એકપણ ટેન્ડર પ્રક્રિયા નહિ કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે ઉપરાંત એજન્સીઓ સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ નવેસરથી ટેન્ડરીંગ કરવાને બદલે અધિકારીઓ દ્વારા તેજ એજન્સી ને બારોબાર કામો આપી દેતા હોવાની પણ વાત કરી હતી ઉપરાંત સિંચાઇ વિભાગે કોઈપણ ટેન્ડર વગર ૫.૫૨ કરોડ રૂપિયા લાગતા વળગતા ને ચૂકવી દીધા હોવાનો આક્ષેપ પણ કર્યો છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ અને એજન્સીઓ ની મીલીભગત હોવાના સીધા આક્ષેપ કરતા હાલ અધિકારીઓમાં ખડભડાટ મચ્યો છે

[wptube id="1252022"]
Back to top button