
તા.૨૧.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ દ્વારા સન્માન સમારંભ ને સામાન્ય સભા યોજાઈ
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા સન્માન સમારંભ અને સામાન્ય સભા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેશ એચ મેડા ના અધ્યક્ષ સ્થાને લિટલ ફ્લાવર સ્કૂલમાં સવારે 11:00 કલાકે તારીખ 19 /7 /2013 ના રોજ યોજાય જેમાં જિલ્લા શિક્ષણ નિરીક્ષક રાકેશભાઈ ભોકણ આચાર્ય સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક શ્રી કૃતાર્થ જોશી લાયન્સ રીજયન ચેરમેન લાયન અનિલ અગ્રવાલ વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના સ્ટેટ કોર્ડીનેટર પંકજકુમાર દરજી સંકુલ સંયોજક જે જે પટેલ તેમજ મંત્રી કે ડી લીમ્બાચીયા ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં 15 નિવૃત થતા ગણિત -વિજ્ઞાન શિક્ષકો -આચાર્યશ્રીઓનુ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા 15 શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓનો મોમેન્ટો સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું.સામાન્ય સભાની એજન્ડા પ્રમાણે મંત્રીશ્રી કેડી લિમ્બાચીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને સર્વાનુંમતે હિસાબ મંજુર કરવામાં આવ્યા.સ્ટેટ કોર્ડીનેટર શ્રી પંકજભાઈ દરજી દ્વારા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન, વિજ્ઞાન ગુર્જરી અને ભારતીય વિજ્ઞાન સંમેલનની માહિતી આપવામાં આવી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિજ્ઞાન મંડળ સાથે રહીને જિલ્લા નું બોર્ડનું પરિણામ કઈ રીતે ઊંચું લાવી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ પ્રકાશ રાઠોડ દ્વારા અને આભાર વિધિ રાજેશભાઈ જાદવ દ્વારા કરવામાં આવી હતી