
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇનાં વિજયભાઈ ઉલ્લુસ્યાભાઈ પવાર જેઓ મોટરસાયકલ. ન.જી.જે.15.ક્યુ.કયુ.4349 પર સવાર થઈ ઘરે જવા નીકળ્યા હતા.ત્યારે આહવા વઘઇ રાજ્ય ધોરીમાર્ગનાં પીંપરી ગામ નજીક પલ્સર મોટરસાયકલ. ન.જી.જે.05.પી.ક્યુ.9429નાં ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી અથડાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં પલ્સર મોટરસાયકલ પર પાછળ બેસેલ સવાર નામે વિરલભાઈ બિપિનભાઈ ભોયેને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જ્યારે બન્ને મોટરસાયકલ ચાલકોમાં વિજયભાઈ ઉલસ્યા પવાર અને રાહુલ અરવિંદ પવારને પણ શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.હાલમાં આ અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..