
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે.અને તેના પરિણામ પણ આવી ચુક્યા છે.ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર જે પરિણામ આવ્યુ હતુ.જેને લઇ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વલસાડ ડાંગ લોકસભા બેઠક જેના પર સૌ કોઈની નજર હતી.આ બેઠક પર ભાજપનો 2 લાખની લીડની સાથે ભવ્ય વિજય થયો હતો.જોકે લોકસભા ચૂંટણીનાં જે પરિણામ આવ્યા એમાં ધરમપુર,કપરાડા,વાંસદામાં કોંગ્રેસ આગળ રહી હતી તો ડાંગ માં કોંગ્રેસ નજીવા એટલેકે 1700 મતોથી પાછળ રહી હતી.ત્યારે આ પરિણામ બાદ કાર્યકરોમાં નવો જોશ પુરવા અને પરિણામની સમીક્ષા કરવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે એક ચિંતન શિબિરનું આયોજન વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં કૉંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અહી ઉપસ્થિત કાર્યકરોને પરિણામથી હતાશ નહીં થઇ આવનાર સરપંચ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે લાગી જવાની હાંકલ કરી હતી.સાથે જ ડાંગ જિલ્લાની નલ સે જલ યોજના જેવી અનેક યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર તેમજ સમસ્યાને લોકો સમક્ષ ઉજાગર કરવાની પણ હાંકલ કરી હતી…