NANDODNARMADA

સેલંબા ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિ સાથે મારામારી કરી અપશબ્દ બોલતા ચાર સામે ફરિયાદ

સેલંબા ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિ સાથે મારામારી કરી અપશબ્દ બોલતા ચાર સામે ફરિયાદ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

પ્રાપ્ત વિગત અનુસાર સાગબારા તાલુકાના સેલંબા ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિ સાથે મારામારી કરી હતી વિષયક અપશબ્દ બોલતા ચાર ઈસમો સામે ફરિયાદ દાખલ થઈ છે

 

મહિલા સરપંચે આપેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓના અધ્યક્ષ સ્થાને સેલંબા ગ્રુપ ગ્રામપંચાયતની ઓફીસમાં પંચાયતના સભ્યો સાથે પંચાયતની સામાન્ય સભા ચાલતી હતી તે વખતે તેમના પતિ સાહેદ આકાશભાઇ ગંગારામભાઈ તડવી પંચાયત ઓફીસે આવતા આ કામના આરોપી ૧. પુજાબેન ગોવિંદભાઈ ગોસાઈએ ફરીયાદીના પતિને જોઇને કોઇ કારણસર આવેશમાં આવી જઈ મા બેન સમાણી ગાળો ભાંડી હતી ફરીયાદીએ ઝગડો ન કરવા સમજાવતા આરોપીએ જતિવિષયક અપશબ્દો બોલી તમારી સરપંચ બનવાની કોઈ ઔકાત નથી તમે નીચી જાતિના છો. તમારી આ ખુરશી પર બેસવાની કોઇ ઔકાત નથી તેમ કહી અન્ય આરોપીઓ ૧) પુજાબેન ગોવિંદભાઈ ગોસાઈ (૨) ગોવિંદભાઈ જાલમસીંગભાઈ ગોસાઈ (૪) રવિન્દ્રભાઇ જાલમસીંગભાઈ ગોસાઈ (૪) રાજલબેન રવિન્દ્રભાઈ ગોસાઇ ચારેવ રહે.સેલંબા કુછદા ફળીયુ. સરપંચ અને તેમના પતિને ધિકા પટુનો માર માર્યો હતો ત્યારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી છે ઉપરાંત ફરીયાદી સેલંબા ગ્રામપંચાયતના સરપંચ હોય સરકારની વિવિધ યોજનાના કામો કરવા બાબતે અદાવત રાખી ફરીયાદી તથા સાહેદને જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાની મદદગારી કરી હોવાનું સરપંચે જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button