GUJARATNANDODNARMADA

શું ગુજરાતમાં ઇતિહાસનું સૌથી મોટું જમીન કોભાંડ બહાર આવશે ??? ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને લખ્યો પત્ર

તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા આ વિસ્તારોના કલેકટરોના પણ જમીન કૌભાંડનો બહાર આવશે: ચૈતર વસાવા

શું ગુજરાતમાં ઇતિહાસનું સૌથી મોટું જમીન કોભાંડ બહાર આવશે ??? ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને લખ્યો પત્ર

 

કલેકટરો અને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર, NA અને ભાડા પેટે કરી ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા હોવાના આક્ષેપ

 

તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા આ વિસ્તારોના કલેકટરોના પણ જમીન કૌભાંડનો બહાર આવશે: ચૈતર વસાવા

 

ઘણા તાલુકાઓમાં 73AAની જમીનો બિન આદિવાસીઓએ પચાવી પાડી અને આ જમીનો પર સ્ટોન ક્વોરી અને ક્રસર શરુ કર્યા છે: ચૈતર વસાવા

 

શિડયુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AAની જમીનોમાં કરેલા ટ્રાન્સફર, NA અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે: ચૈતર વસાવા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યભરમાં આદિવાસીઓની જમીનો બીન આદિવાસીઓએ પચાવી પાડી હોવાના ગંભીર મુદ્દે પત્ર લખ્યો છે ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શિડયુલ પાંચમાં સમાવેશ કરવામાં આવેલ છે. 73AA ના મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1879થી લઈને 73AA-1981ની જોગવાઈ મુજબ શિડયુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે.

આમ છતાં શિડયુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને PESA એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેકટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર, NA અને ભાડા પેટે કરીને અભણ ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે. જેની તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા આ વિસ્તારોના કલેકટરોના પણ જમીન કૌભાંડનો બહાર આવશે.

 

હાલ દાહોદ જિલ્લામાં 73AA જમીન ટ્રાન્સફર કરવાના કૌભાંડ બહાર આવેલ છે. તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડિયા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ, ડુવાડા, વલસાડ જિલ્લાના ટૂંકવાડા, પારડી જેવા તાલુકાઓની 73AAની જમીનો બિન આદિવાસીઓએ પચાવી પાડી અને આ જમીનો પર સ્ટોન ક્વોરી અને ક્રસર ચલાવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ 73AA ની જમીનો ટ્રાન્સફર, NA કે ભાડા પેટે પચાવી પાડીને ગેરકાયદેસર દસ્તાવેજ કરીને કોમર્શિયલ બિલ્ડીંગો બનાવવામાં આવી છે. શિડયુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AAની જમીનોમાં કરેલા ટ્રાન્સફર, NA અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

 

*** નર્મદા જિલ્લામાં મોટાપાયે ૭૩aa ની જમીનો બિન આદિવાસીઓને અપાઈ હોવાનો ધારાસભ્યનો ઘટસ્ફોટ…

 

જમીન કોભાંડ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં પણ કલેકટર દ્વારા આદિવાસીઓ ની જમીનો બિન આદિવાસીઓના નામે કરાઇ છે ઉપરાંત અગાઉના કલેકટર આર.એસ. નિનામા સામે આક્ષેપ કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેમના સમય દરમિયાન કેવડિયા વિસ્તારમાં મોટાપાયે જમીનો બિન આદિવાસીઓના નામે કરાઇ હતી ઉપરાંત માટી કોભાંડ પણ બહાર આવ્યું હતું…

 

***ટ્રાઈબલ જિલ્લાઓમાં લીગલ કમિટીની રચના કરાશે…

 

સમગ્ર જમીન કૌભાંડ મુદ્દે પીડિત આદિવાસીઓની અરજીઓ ના નિરાકરણ માટે ટ્રાયબલ વિસ્તારમાં લીગલ કમિટીની રચના કરવામાં આવશે તેમજ સમગ્ર મામલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવશે તેમ પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ 8347300077 હેલ્પ લાઈનનં બર પણ જાહેર કર્યો છે.

 

[wptube id="1252022"]
Back to top button