ક્લીન એન્ડ ગ્રીન યાત્રા ધામ હરિયાળા યાત્રાધામ અંતર્ગત તિલકવાડા ના વિવિધ ધાર્મિક સ્થળો પર વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો
વસિમ મેમણ / તિલકવાડા
પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત સરકાર તરફથી પર્યાવરણને બચાવવા માટે અને દરેક યાત્રાધામ હરિયાળા બને તે ઉદ્દેશ્ય સાથે ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ હરિયાણા યાત્રાધામ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તિલકવાડા નગરમાં આવેલા રામજી મંદિર / તિલકેશ્વર મહાદેવ મંદિર / મણી નાગેશ્વર મંદિર સહિત ના ધાર્મિક સ્થળો પર મહાનુભવોના હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષો રોપી પર્યાવરણને બચાવવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે આજ ના આધુનિક સમય માં જ્યારે રોજે રોજ જંગલો કપાય રહ્યા છે દિવસે ને દિવસે ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ / ગ્લોબલ વોર્મિંગ / ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઉદભવી રહી છે આ સમસ્યા વૈશ્વિક કક્ષાની સમસ્યા છે જેની અસર ઘણા મોટા વિસ્તારમાં અને મોટા ભાગે લાંબા ગાળાની હોય છે ત્યારે જન માનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર તરફ થી અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપ તારીખ 10 થિ 16 જૂન સુધી ક્લીન એન્ડ ગ્રીન યાત્રા ધામ હરિયાળા યાત્રા ધામ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત ના તમામ યાત્રા ધામ ખાતે વૃક્ષા રોપણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા મણી નાગેશ્વર મંદિર / તિલકેશ્વર મંદિર / રામજી મંદિર સહિત તમામ ધાર્મિક સ્થાનો પર વિવિધ પ્રકાર ના વૃક્ષો રોપી સમગ્ર તાલુકામાં પર્યાવરણ ને બચાવવા અને લોગો માં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરીને વન અને પર્યાવરણની રક્ષા અને જતન કરવા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી / તિલકવાડા મામલતદાર પ્રતીક સંઘાડા / તેમજ સામાજિક વનીકરણ અધિકારી જીજ્ઞેશભાઈ સહિત ફોરેસ્ટ વિભાગ ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા